Saturday, September 12, 2015

હાજરીપત્રક એપનો ઉપયોગ કેવી રીતે કરશો?

વર્ગ ઉમેરવો

  • એપ શરૂ કરતા સ્ક્રીન પર વર્ગોનું લિસ્ટ દેખાશે. "વર્ગ ઉમેરો" બટન ક્લિક કરીને નવો વર્ગ ઉમેરી શકશો. વર્ગનું નામ અને શૈક્ષણિક વર્ષનો સમયગાળો સેટ કરવો. નવો ઉમેરેલો વર્ગ લિસ્ટમાં દેખાશે.


વિદ્યાર્થીની માહિતી ઉમેરવી

  • વર્ગના લિસ્ટમાં "વિદ્યાર્થી પ્રોફાઇલ" બટન ક્લિક કરતા તે વર્ગના વિદ્યાર્થીનું લિસ્ટ દેખાશે. નવા વિદ્યાર્થી ઉમેરવા "વિદ્યાર્થી ઉમેરો" બટન ક્લિક કરવું. વિદ્યાર્થીની માહિતી આપવી તથા ફોટો પણ સેટ કરી શકો.
  • ઝડપથી વિદ્યાર્થીની માહિતી ઉમેરવા "Import from Excel" વિકલ્પ આપેલ છે. તેમાં આપેલ સૂચના મુજબ લિંક પરથી Excel ફોર્મેટ ડાઉનલોડ કરો. તમાં વિદ્યાર્થીની માહિતી ભરો. કમ્પ્યૂટર દ્વારા ઝડપથી માહિતી ભરી શકાશે અથવા અન્ય જગ્યાએેથી કોપી કરી શકાશે. જન્મતારીખ dd-mm-yyyy ફોર્મેટમાં જ લખવી. અન્યથા તારીખ ઇમ્પોર્ટ નહી થાય. Excel ફાઇલ ફોનમાં લઇ ઇમ્પોર્ટ કરો. ફાઇલમાં રહેલા નામ દેખાશે. તમાંથી જે નામ ઉમેરવા હોય તે સિલક્ટ કરીને  "વિદ્યાર્થી ઉમેરો" બટન ક્લિક કરવું. 
  • વિદ્યાર્થીના નામ ઉમેરાઇ ગયા બાદ તેને ફક્ત ડ્રેગ કરીને તેના રોલ નંબર ગોઠવી શકશો. આ માટે નામની જમણી તરફ ડ્રેગ હેન્ડલ આપેલ છે. તેને દબાવી રાખી નામ ડ્રેગ કરવું.

  • નામ ક્લિક કરતા વિકલ્પો દેખાશે. જેના દ્વારા એડિટ કે ડીલીટ કરી શકાશે. જો વિદ્યાર્થીની એક દિવસની પણ હાજરી નોંધાઇ હશે તો વિદ્યાર્થીનું નામ ડીલીટ થશે નહી. ત્યારે નામ કમી કરવું. કમી કરેલ નામનું લિસ્ટ અલગ દેખાશે.


હાજરી નોંધવી

  • વર્ગના લિસ્ટમાં "હાજરીપત્રક" સિલેક્ટ કરતા હાજરીપત્રક કેલેન્ડર સ્ક્રીન દેખાશે. જે તારીખની હાજરી નોંધવી હોય તે તારીખ સિલેક્ટ કરી દિવસનો પ્રકાર સિલેક્ટ કરવો. જો "શિક્ષણકાર્યનો દિવસ" સિલેક્ટ કરશો તો હાજરી નોંધવા માટેની સ્ક્રીન દેખાશે. તેમાં બધા નામ સિલેક્ટ કરવા માટેનું બટન ક્લિક કરતા બધા વિદ્યાર્થી સિલેક્ટ થશે. હવે ફક્ત ગેરહાજર વિદ્યાર્થીમાં ટીકમાર્ક હટાવી દો. હાજરી સબમિટ કરતા કેલેન્ડરમાં તે તારીખમાં રંગ અને હાજરીના આંકડા સેટ થશે.

  • જો અન્ય કોઇ દિવસનો પ્રકાર સિલેક્ટ કરશો તો નોંધ લખવા માટે પૂછશે. તેમાં રજાનું કારણ લખી શકો.
  • રંગીન તારીખ પર ક્લિક કરતા દિવસની સ્થિતિ દેખાશે. જેમાં શિક્ષણકાર્યનો દિવસ માટે હાજરીના જાતવાર આંકડા દેખાશે. અન્ય દિવસ માટે તેની નોંધ દેખાશે. સાથે આપેલ વિકલ્પો વડે હાજરી, નોંધ કે દિવસનો પ્રકાર એડિટ કરી શકશો.


માહિતી જોવી

  • વર્ગના લિસ્ટમા આપેલ વિકલ્પો વડે દૈનિક હાજરીના આંકડા, માસવાર સરાસરી અને વિદ્યાર્થીની વાર્ષિક હાજરીના અહેવાલ જોઇ શકશો.

  • હાજરીપત્રક કેલેન્ડરમાં પણ નીચે તરફ આપેલ વિકલ્પો વડે દૈનિક હાજરીના આંકડા, માસવાર સરાસરી અને વિદ્યાર્થીની માસિક હાજરીના અહેવાલ જોઇ શકશો.


ડેટાબેઝ બેકઅપ

  • આ એપમાં તમામ માહિતી ફોનમાં જ એક જ ડેટાબેઝમાં સંગ્રહાય છે. આ ડેટાબેઝને સમયાંતરે બેકઅપ લેવા માટે વર્ગના લિસ્ટમાં ડાબી બાજુના ડ્રોએર મેનુને ખેંચો. તેમાં ડેટાબેઝ બેકઅપ અને રીસ્ટોરના વિકલ્પ આપેલ છે. 

  • "ડેટાબેઝ બેકઅપ" સિલેક્ટ કરતા ડેટાબેઝની ફોનમા HajripatrakDatabases નામના ફોલ્ડરમાં કોપી થશે.
  •  "ડેટાબેઝ રીસ્ટોર" બટન ક્લિક કરીને બેકઅપ લીધેલ ડેટાબેઝને સિલેક્ટ કરતા તે ડેટાબેઝ ખૂલશે.
  • ડેટાબેઝનું ઓનલાઇન બેકઅપ પણ રાખી શકશો. "Dropbox બેકઅપ" સિલેક્ટ કરીને ડેટાબેઝને Dropbox પર અપલોડ કે ડાઉનલોડ કરી શકશો. ઉપરાંત ઓટોમેટિક બેકઅપના વિકલ્પ વડે ડેટાબેઝમાં કોઇપણ ફેરફાર થતાં જ તે આપોઆપ અપલોડ કરી શકશો. વધુ માહિતી એપમાં જ આપી છે.


સેટિંગ

  • એપ્લિકેશન ફોન્ટઃ એપમાં ચાર પ્રકારના ગુજરાતી ફોન્ટ સામેલ છે. જો તમારા ફોનમાં ગુજરાતી બરાબર દેખાતું ન હોય તો જુદા જુદા ફોન્ટ સિલેક્ટ કરીને અજમાવી જોવા.
  • સિક્યોરિટીઃ એપમાં તમે 5 આંકડાનો PIN સેટ કરીને પ્રોટેક્શન આપી શકો છો.
  • Dropbox- Dropbox બેકઅપ માટેના સેટિંગ્સ કરી શકશો.

વિડિયો




No comments:

Post a Comment