Sunday, April 24, 2016

GujUp App માર્ગદર્શન - તમામ મનપસંદ બ્લોગ અને સાઇટ્સના અપડેટ્સ એક જ એપમાં

 મિત્રો, આ એપ દ્વારા આપ તમામ મનપસંદ બ્લોગ અને સાઇટ્સના અપડેટ્સ એક જ એપમાં મેળવી શકશો. આપની ઇચ્છા મુજબ નવી લિંક ઉમેરી શકો કે લિંક દૂર કરી શકશો.












ખાસ ફીચર્સ

- શૈક્ષણિક, રોજગાર, ટેક્નોલોજી અપડેટ્સ
- નવી લિંક સર્ચ કરવા, ઉમેરવા, દૂર કરવા અને ગ્રુપમાં ગોઠવવાની સવલત
- એક સાથે એકથી વધુ પોસ્ટ સિલેક્ટ કરી શેર કરી શકશો.
- કેટલા સમયગાળા માટેની પોસ્ટ તમારા મોબાઇલમાં રાખવી છે તે સેટ કરી શકશો
- સમયગાળા મુજબ સેવ થયેલી પોસ્ટ ઓફલાઇન વાંચી શકાશે
- હોમસ્ક્રીન અપડેટ વિજેટ
- ફક્ત 4 એમબીની એપ
- ગુજરાતી ઇન્ટફેસ

માર્ગદર્શન

---લિંક મેનેજમેન્ટ---

* મેનુ પરથી 'વેબલિંક્સ' ક્લિક કરો. તમામ લિંક્સ અને ગ્રુપનું લિસ્ટ દેખાશે.

* લિંકનું ટાઇટલ કે સમયગાળો સેટ કરવા વેબલિંક ક્લિક કરો અને સેટિંગ સુધારો.
* લિંક દૂર કરવા વેબલિંક દબાવી રાખો. મેનુ પર ડીલીટ ઓપ્શન દેખાશે.
* વેબલિંક્સનો ક્રમ બદલાવવા જમણી બાજુનું હેન્ડ ખેંચો
* નવી લિંક ઉમેરવા + બટન ક્લિક કરો
* લિંક સર્ચ કરવા લિંકની જગ્યાએ ફક્ત શબ્દ લખી OK ક્લિક કરતા સર્ચ થયેલી લિંકનું લિસ્ટ દેખાશે. તેમાથી યોગ્ય લિંક પસંદ કરવી
* બ્લોગર મિત્રો માટે
 --- જો તમારા પોતાના બ્લોગની લિંક ઉમેરવા માગતા હો તો નીચે મુજબ લિંક મેન્યુઅલી ઉમેરી શકો.
 Blogger: http://તમારા બ્લોગનું એડ્રેસ/feeds/posts/default
Blogger Label Search: http://તમારા બ્લોગનું એડ્રેસ/feeds/posts/default/-/લેબલનું નામ
 Wordpress: https://તમારા બ્લોગનું એડ્રેસ/feed/

---પોસ્ટ શેરીંગ---

* પોસ્ટના લિસ્ટમાંથી પોસ્ટ સિલેક્ટ કરવા પ્રથમ વખત પોસ્ટ દબાવી રાખો.
* ત્યાર બાદ અન્ય પોસ્ટ સિલેક્ટ કરવા ફક્ત ક્લિક કરો.
* બધી પોસ્ટ સિલેક્ટ કરવા ટૂલબારમાંથી સિલેક્ટઓલનું બટન ક્લિક કરો.

---અન્ય ઓપરેશન---

* પોસ્ટ લિસ્ટમાં કોઇ ફેવરીટ પોસ્ટને સ્ટાર કરવા કે સ્ટાર દૂર કરવા ડાબેથી જમણે આંગળી ખેંચો.
* પોસ્ટ લિસ્ટમાં કોઇ એક પોસ્ટને વંચાયેલી માર્ક કરવા કે અનમાર્ક જમણેથી ડાબે આંગળી ખેંચો.
* બધી પોસ્ટને વંચાયેલી માર્ક કરવા ટૂલબારમાંથી ત્રણ ટપકાવાળુ મેનુ સિલેક્ટ કરી 'Mark all as read' સિલેક્ટ કરો.
* ફક્ત વાંચ્યા વગરની પોસ્ટ લિસ્ટમાં રાખવા નીચેનું ગોળ બટન ક્લિક કરો. એપના સારા પર્ફોર્મન્સ માટે ફકત વાંચ્યા પોસ્ટ જ લિસ્ટમાં રાખો. જેથી ફોનમાં મેમરી ઓછી રોકાય. જો પોસ્ટ વાંચવી ન હોય તો પણ તેને વાંચેલી માર્ક કરી દો.
* સમયગાળા બહારની પોસ્ટ આપોઆપ ડીલીટ થઇ જશે.

---હોમસ્ક્રીન અપડેટ વિજેટ---

એપમાં બે પ્રકારના વિજેટ આપેલ છે.
* 4x3 વિજેટ દ્વારા સિલેક્ટેડ અથવા બધી પોસ્ટ હોમસ્ક્રીન પર અપડેટ થશે. પોસ્ટ સિલેક્ટ કરીને સીધી જ પોસ્ટ ખોલી શકાશે.
* 1x1 વિજેટ ફક્ત વાંચ્યા વગરની નવી પોસ્ટનો આંકડો દર્શાવશે.
* હોમસ્ક્રીન પર widget ઉમેરવા માટે Android 5 કે 6 માં હોમસ્ક્રિન પર ટચ કરી દબાવી રાખો. નીચે widget લિસ્ટમાંથી GujUp નામનું widget સ્ક્રીન પર ખેંચો.
* Android 5 પહેલાના ફોનમાં મેનુમાં widget ટેબ સિલેક્ટ કરી widget લિસ્ટમાંથી EduLinks Updates નામનું widget સ્ક્રીન પર ખેંચો.






No comments:

Post a Comment