Saturday, July 9, 2016

SCHOOLPRO 3.4.1 સ્કૂલ મેનેજમેન્ટ સોફ્ટવેર - ખાનગી શાળા માટે

SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે છે. હાલ માહિતીના યુગમાં શાળાના દફતરની માહિતીનું અને રેકર્ડનું વ્યવસ્થાપન એક સમસ્યારૂપ છે. પરંતુ આધુનિક ટેકનોલોજીના સહારે આ સમસ્યાને ખૂબ સરળતાથી સર કરી શકીશું. આ માટે સંપૂર્ણપણે પ્રાથમિક શાળા માટે શાળાના લગભગ તમામ દફતરી કાર્યોને આવરી લેતો અત્યંત આધુનિક સોફ્ટવેર તૈયાર કરેલ છે.

આ સોફ્ટવેર દ્વારા શાળાકીય માહિતી, પત્રકો, શૈક્ષણિક પ્રગતિના રેકર્ડ વગેરે માહિતીને કાયમી સંગ્રહ કરી શકાય છે. જરૂર પડે ત્યારે પળવારમાં માહિતી શોધી શકાય છે. આ સોફ્ટવેર આપનો કિંમતી સમય બચાવશે અને વહીવટીકાર્યને એકદમ સરળ બનાવશે. સંપૂર્ણ ગુજરાતી ભાષામાં સોફ્ટવેર તૈયાર કરેલ હોવાથી તેનો વપરાશ અત્યંત સરળ છે.








DOWNLOAD SCHOOLPRO SF DEMO FULL SETUP 3.4.1 જો આપે SchoolProનું અગાઉનું વર્ઝન 3.4.0 કે તે પછીનું ઇન્સ્ટોલ કરેલ હોય તો આ અપડેટ ફાઇલથી SchoolPro 3.4.1માં અપગ્રેડ કરી શકશો. અન્યથા નવા ઇન્સ્ટોલેશન માટે Full Setup ડાઉનલોડ કરી લો. અપડેટ કરતા પહેલા ડેટાબેઝ બેકઅપ લઇ લેવું...DOWNLOAD SCHOOLPRO UPDATE 3.4.1

વધુ જાણકારી માટે સંપર્ક કરો
ભૂમિ ગ્રુપ અને કમ્પ્યુટર 
મોઃ 9428943123

કમ્પ્યૂટરની જરૂરી લઘુતમ ક્ષમતા


  • ઓપરેટિંગ સિસ્ટમઃ 32/64 bit  Windows 7, Windows 8, Windows 10 (આદર્શઃ Windows 8.1/10)
  • RAM: 1 GB (આદર્શઃ 4 GB)
  • .Net Framework 3.5 (Windows 8 અને 10 માટે)
  • MS Access 2007 અથવા MS Access 2010 અથવા MS Access 2013


તમારા કમ્પ્યૂટર ૫ર ગુજરાતી ભાષા સપોર્ટ

તમામ માહિતી ગુજરાતી યુનિકોડમાં લખવાની હોઇ ગુજરાતી કીબોર્ડ લેઆઉટ જરૂરી છે. આપને પસંદ હોય તે ગુજરાતી કી-બોર્ડ ઇન્સ્ટોલ કરી શકો. જેમ કે Indic, Google Trans., કે અન્ય કોઇ ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ લેન્ગવેજ બારમાં ઉમેરવું. ગુજરાતી કીબોર્ડ અંગે વધુ માહિતી માટે ક્લિક કરો.

.NET Framework 3.5(Windows 8, Windows 8.1 અને Windows 10 માટે)

.NET Framework એ Microsoftની સામાન્ય પ્રોગ્રામિંગ લેંગ્વેઝ લાઇબ્રેરી છે. આ સોફ્ટવેર માટે .NET Framework 3.5 SP1 જરૂરી છે. Windows 7 માં આ લાઇબ્રેરી ઇન્સ્ટોલ કરાવાની આવશ્યકતા નથી કારણ કે ઇન્સ્ટોલ હોય જ છે. Windows 8 અને 10 માટે આ લાઇબ્રેરી ઇન્સ્ટોલ કરવી આવશ્યક છે. જેને માટે Windows 8 કે 10 ની DVD જોઇશે.

Windows 8 અને 10 માટે નીચેના સ્ટેપ અનુસરો.


  1. Windows 8 DVDને કમ્પ્યૂટરમાં નાખો.
  2. સ્ટાર્ટ મેનુ પર જમણી ક્લિક કરી CMD.EXE(Administrative) પર ક્લિક કરી કમાન્ડ વિન્ડો ખોલો.
  3. કમાન્ડ વિન્ડોમાં નીચે મુજબ કમાન્ડ ટાઇપ કરો.
    • Dism /online /enable-feature /featurename:NetFx3 /All /Source:F:\sources\sxs /LimitAccess
    • ઉપરના કમાન્ડમાં Source માટે F: ના બદલે આપના DVD ડ્રાઇવનો આલ્ફાબેટ રાખો.
  4. એન્ટર કી દબાવી પ્રક્રિયા પૂરી થવાની રાહ જુઓ. 


MS Access Database Engine(જો આપના કમ્પ્યૂટર ૫ર MS Office 2007 હેઠળ MS Access 2007 ઇન્સ્ટોલ કરેલ ન હોય તો)

આ સોફ્ટવેર માહિતીના સંગ્રહ માટે MS Access 2007 દ્વારા બનાવેલી ડેટાબેઝનો ઉપયોગ કરે છે. આથી જો આપના કમ્પ્યૂટર પર જો MS Access 2007 ઇન્સ્ટોલ કરેલ ન હોય તો MS Access Database Engine ફરજિયાત  ઇન્સ્ટોલ કરવું પડશે. જે નીચે આપેલી Microsoftની વેબસાઇટ પરથી આપ મફત ડાઉનલોડ કરી શકશો. 

SchoolPro વિશે વધુ જાણો


1 comment:

  1. વિદ્યાર્થિ પ્રોફાઇલમા IFSC code, bank name, adharcard no. and rationcard no. સક્ય હોય તો ઉમેરવા વિનંતિ.

    ReplyDelete