હિસાબી વર્ષ 2016-17 માટે ઇન્કમટેક્ષ ભરવા માટેનું ઓટોમેટેડ ફોર્મ Excel સોફટવેર સ્વરૂપે આપેલ છે. આ સોફ્ટવેરમાં ફક્ત પીળા સ્થાનમાં માહિતી આપો. સંબંધિત તમામ ગણતરી આપોઆપ થઇ જશે. સૌપ્રથમ ‘પગારની વિગત’ શીટમાં તમારી વાર્ષિક પગારની વિગતો ભરો. અન્ય આવક અને જાવકની વિગતો 'ડિક્લેરેશન ફોર્મ'માં ભરો. સંબંધિત વિગતો ‘જાતઆકારણી ફોર્મ' અને 'FORM-16' માં આવી જશે. તમામ પત્રકો લીગલ પેઇઝમાં પ્રિન્ટ કરી શકાશે.
આ સોફ્ટવેર દ્વારા શાળાકીય માહિતી, પત્રકો, શૈક્ષણિક પ્રગતિના રેકર્ડ વગેરે માહિતીને કાયમી સંગ્રહ કરી શકાય છે. જરૂર પડે ત્યારે પળવારમાં માહિતી શોધી શકાય છે. આ સોફ્ટવેર આપનો કિંમતી સમય બચાવશે અને વહીવટીકાર્યને એકદમ સરળ બનાવશે. સંપૂર્ણ ગુજરાતી ભાષામાં સોફ્ટવેર તૈયાર કરેલ હોવાથી તેનો વપરાશ અત્યંત સરળ છે.



