EduLinks સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.....
બ્લોગર મિત્રો માટે માર્ગદર્શન
આ એપનો હેતુ સોશ્યલ મિડિયામાં પ્રસરેલી માહિતી પૈકી અગત્યની માહિતીને વર્ગીકૃત કરીને વાંચકો સુધી મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવાનો છે. આ માટે બ્લોગર મિત્રો તેમજ અન્ય વાંચકો પોતાની માહિતી આ એપમાં પોસ્ટ કરતી વખતે નીચેના સૂચનોને અનુસરે તે ઇચ્છનિય છે.
હાલમાં એપના નવા વર્ઝન 4.+માં સંપૂર્ણપણે નવેસરથી એપ ડેવલપ કરી, એડમિન તેમજ વાંચકો માટે ઘણા નવા ફીચર્સ અને અન્ય સુધારા કરી એપને વધારે આકર્ષક અને ઉપયોગી બનાવવામાં આવી છે. એકસરખી માહિતી પોસ્ટ કરતા એડમિનો પર નિયંત્રણ મૂકેલ છે. જેથી યુઝર્સનો એપ પ્રત્યેનો અનુભવ બહેતર બનશે અને બ્લોગર મિત્રોને વધારે Viewers મળશે.
માહિતી પોસ્ટ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
- હવેથી આપ પોસ્ટ સબમિટ કરશો તો તે હોમ સ્ક્રીન પર દેખાશે નહી. પરંતુ નવી પોસ્ટના લિસ્ટમાં દેખાશે.
- જો આપ આપની પોસ્ટને હોમસ્ક્રીન પર મૂકી વધારે Views મેળવવા માગતા હો તો તમારી પોસ્ટને ઓપન કરી ઉપર આપેલા Share બટન ક્લિક કરી Facebook, Whatsapp, Tweeter કે અન્ય સોશ્યલ મિડિયા પર લિંક શેયર કરો. આ લિંક દ્વારા 5 વ્યુવર આ પોસ્ટ જોશે એટલે પોસ્ટ આપોઆપ હોમ સ્ક્રીન પર આવી જશે.
- તમારી એકથી વધુ પોસ્ટને એકસાથે સિલેક્ટ કરીને શેયર કરવા તમારી પ્રોફાઇલ ઓપન કરી ત્યાંથી લિસ્ટમાંથી એકસાથે એકથી વધુ પોસ્ટ સિલેક્ટ કરો અને ઉપર આપેલા મેનુમાંથી Share બટન ક્લિક કરી શેયર કરો.
- પોસ્ટના પ્રકારમાં એક નવો પ્રકાર ઉમેરેલ છે - 'વેબપેઇઝ + લિંક' . આપના વેબપઇઝની સાથે એપમાં કોઇ અન્ય લિંક મૂકવા માગતા હો તો જ આ પ્રકાર સિલેક્ટ કરો. આ લિંકનું બટન વેબપઇઝની નીચે દેખાશે.
- પોસ્ટનું ટાઇટલ ટૂંકું અને અર્થસભર રાખો. આગળ કોઇ સ્ટાર કે અન્ય નિશાની કે Breaking news જેવા શબ્દો ન ઉમેરો.
- હવેથી પોસ્ટને અપડેટ કરવાથી લિસ્ટમાં આગળ મુકી શકાશે નહીં.
- સૌથી પહેલા મૂકાતી તેમજ અગત્યની પોસ્ટને હું પણ શેયર કરીશ. તેમજ મહત્વપૂર્ણ પોસ્ટને સૌથી ઉપરના Featured Postsના લિસ્ટમાં ઇમેજ સાથે પ્રમોટ કરીશ.
No comments:
Post a Comment